પંડોરી ગલોબલ પરિવાર” દ્વારા દાતા શ્રી ઘનશ્યામ ભાઇ રસિકભાઇ પટેલ સહયોગ થી તા: ૦૨.૧૧.૨૦૨૦ ના રોજ પંડોરી મુકામે રમેશભાઇ ગીરધરભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને થી તથા ગામના મુખ્ય આગેવાનો અને બહાર ગામ થી પધારેલ અતિથિ ઓની ઉપસ્થીતી માં ગામના સવર્ણ સમાજ ની જરુરીયાતમંદ વિધવા બેનો ને અને વિધુર ભાઇઓ ને દિવાળી પર્વ નિમિત્તે આર્થિક સહાય ના વિતરણ કાર્યક્રમ ને ભવ્ય રીતે ઉજવવા માં આવ્યો.
વધુમાં પંડોરી પરિવાર ના સેકરેટરી શ્રી મુકેશભાઇ આર. પટેલે એ સદર કાર્યક્રમ ઉપરાંત પંડોરી ગલોબલ પરિવાર ની ભાવિ યોજના ઓ પેટે એક ઝલક આપી હતી.
જેનાથી સદર કાર્યક્રમ માં તમામ લાભારથીઁ વિધવા બેનો માં અને વિધુર ભાઇઓ માં એક આનંદ ની લહેર જોવા મળી.